ગુજરાત ટુડેના શુભેચ્છક સાદિકનૂર ભાષાના ઉચ્ચારણમાં માહેર હતા

અમદાવાદ, તા.ર
ઓલ ઈન્ડિયા રેડિયોના જાણીતા એનાઉન્સર સાદિકનૂર પઠાણે અચાનક આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. એટલે તેમના પરિવારજનોમાં અને ચાહકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સરળ અને મિલનસાર સ્વભાવને લીધે સાદિકભાઈની મુલાકાત લેનારામાં એક અલગ જ છાપ છોડી જતા હતા. તેઓ ઉર્દૂ વિભાગના હેડ તથા રેડિયો ઉદ્‌ઘોષક હતા સાથે-સાથે કુર્આનના સાચા ઉચ્ચારણોના માહિર હતા. તેઓ પત્રકારત્વ વિભાગમાં રેડિયો સહીત રિટાયર્ડ થયા પછી પણ એરલાઈનો મોટી-મોટી કંપનીઓમાં પ્રેરક પ્રવચનો માટે પણ તેમને બોલાવાતા હતા. તેઓ લેકચર્સ લેતા હતા અને લેખક, કવિ હતા. તેમના પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. તેઓ ઉર્દૂ ભાષામાં ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. ભાષાના ઉચ્ચારણ વિશેના તેમના જ્ઞાનનો ઘણાં લોકોએ લાભ લીધો છે. તેઓ મોટિવેશનલ સ્પીચ આપીને વિવિધ કંપનીના કર્મચારીઓને પ્રેરણા આપતા હતા. તેઓ ‘ગુજરાત ટુડે’ દૈનિકના પણ શુભેચ્છક હતા. ‘ગુજરાત ટુડે’ પરિવારને પણ પ્રોત્સાહિત પ્રવચન કરતા હતા. ભાષાના ઉચ્ચારણ મામલે સાદિકનૂર પઠાણે કરેલા કાર્યોને કોઈ દિવસ ભૂલી શકાશે નહીં. તેમણે છેલ્લે તેમનો શેર રજૂ કર્યો હતો. તે અત્રે રજૂ કરીએ છીએ.
“ઈસ બાર જો બિખરા સીમટ હીં નહીં પાયા,
અહેસાસ કહાં, ફિક્ર કહાં, રૂહ કહાં હૈ”
-સાદિકનૂર પઠાણ