(એજન્સી) ટોરન્ટો, કનાડા, તા.૩
પંજાબ મૂળના કેનેડિયન શીખ રાજકારણી જગમીતસિંઘ ઉર્ફે જીમ્મી ધાલીવાલે હાલમાં કેનેડામાં યોજાયેલ એનડીપીની ચૂંટણીઓમાં વિજય મેળવ્યો છે. એ પહેલા બિન ગોરા વ્યક્તિ છે. જે દેશના મોટા પક્ષોમાંથી એક એવા પક્ષના વડા બન્યા છે. યુવા નેતાએ પોતાના પ્રતિસ્પર્ધીઓ સામે પ૩.૬ ટકા મતોથી વિજય મેળવ્યો છે. જગમીતસિંઘ પોતાના આકર્ષક વ્યક્તિત્વથી પણ લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે અને એ સાથે વંશીય ટિપ્પણીઓ અને ભેદભાવના પ્રસંગોએ પણ ખૂબ જ શાંતચિતે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. સિંઘ આવનાર ર૦૧૯ની ચૂંટણીઓમાં હાલના વડાપ્રધાન જસ્ટિસ ટ્રેડયુ સામે ઊભા રહેવાના છે.
૩૮ વર્ષીય સિંઘનો જન્મ ઓન્ટારિયોના સ્કોરબોરોમાં થયો છે. એમના માતા-પિતા દાયકાઓ પહેલાં પંજાબથી જઈ ત્યાં વસ્યા હતા. તેમણે સ્નાતકની ડિગ્રી ર૦૦૧માં જીવશાસ્ત્રમાં મેળવી હતી એ પછી કાયદાની ડિગ્રી યોર્ક યુનિવર્સિટીમાંથી ર૦૦પમાં મેળવી હતી.
સિંઘ સોશિયલ મીડિયા ઉપર પણ સક્રિય છે. ફેસબુક, ટ્‌વીટર અને ઈન્સ્ટાગ્રામ ઉપર એમના ૮૦ હજાર ફોલોઅર્સ છે. સિંઘ આવનાર ચૂંટણીમાં ઝંપલાવવા તૈયારીઓ કરી રહ્યા છે.
જગમીતસિંઘ પ્રગતિશીલ ટેક્ષ માળખાના સમર્થક છે. એ સાથે ય્મ્‌ઊના અધિકારોના પણ સમર્થક છે. એ ઉપરાંત એમનું માનવું છે કે, નશીલી દવાઓને રાખવાની બાબતને ગુનો ગણવો જોઈએ નહીં. કારણ કે એનો ઉપયોગ સારવાર માટે પણ કરાય છે.