(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૬
વાહનવ્યહવારના અધિનિયમ ૧૭૭(એ)ને હાઈકોર્ટમાં પડકારાયો, જેમાં ઓવરલોડ વાહનો પાસે દંડ અને બમણી ફી વસૂલી જવા દેવામાં આવે તે વાહનવ્યહવારના અધિનિયમનું જ ઉલ્લંઘન હોવાની કરાઈ રજૂઆત, હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો.
વાહનવ્યવહારના અધિનિયમ ૧૭૭(એ)ને હાઇકોર્ટમાં પડકારાયો છે. ટ્રાન્સપોર્ટેશનમાં ઓવરલોડ વાહનો પાસે દંડ અને બમણી ફી વસૂલી તેમને જવા દેવામાં આવે તે મતલબના રાજ્ય સરકારના નોટિફિકેશનને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. કાયદો જે વાતની છૂટ નથી આપતો તેવી બાબતનું નોટિફિકેશન બહાર પાડી રસ્તા પર લોકોના જીવ જોખમાય તે મતલબનું નોટીફિકેશન રજૂ ન થવું જોઈએ તેવી અરજદારની માગણી છે. ઓવરલોડ વાહનો અટકાયત અને જપ્તી કરવાના બદલે બમણી વસૂલી જતી કરવા અંગેનું નોટિફિકેશન મોટર વ્હીકલ એક્ટની જોગવાઈથી વિપરીત હોવાની અરજદારની રજૂઆત વાહનવ્યવહારના અધિનિયમ ૧૭૭(એ) જે વાહન વ્યહવારના અધિનિયમ ૧૭૭નું જ ઉલ્લંઘન કરે છે.
તેને રદ્દ કરવા પિટિશનમાં દાદ માંગવામાં આવી છે. સાથે સાથે એ પણ રજૂઆત કરવામાં આવી છે કે અમો અરજદાર કે, અમારા જેવા અન્ય પ્રમાણિક ટ્રાન્સપોર્ટરો જે ક્યારેય પણ પોતાના વાહનોમાં નિયમથી વધુ માલસામાન નથી ભરતા તેવા પ્રમાણિક ટ્રાન્સપોર્ટરોને પણ આવા ગેરકાયદેસર અધિનિયમો તેમના વાહનોમાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ સામન ભરવા માટે પ્રેરણા પૂરી પાડે છે તથા આવા ઓવરલોડ વાહનોના લીધે સામાન્ય પ્રજાનો જીવ જોખમમાં મુકાય છે તેથી આવા ગેરબંધારણીય અધિનિયમ રદ જોઈએ. આપને જણાવી દઈએ કે વાહનવ્યવહારના અધિનિયમ ૧૭૭ મુજબ ઓવરલોડ વાહનોની અધિકૃત અધિકારીએ અટકાયત અને જપ્તી કરવી તેવી જોગવાઈ છે. આજે હાઇકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે અને આગામી મુદત સુધીમાં આ મુદ્દે તમામ પક્ષકારોને ખુલાસો કરવા આદેશ આપ્યો છે.