(એજન્સી) હૈદરાબાદ, તા.૧૪
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદનને ચિંતાજનક ગણાવ્યું છે જેમાં ભાગવતે કહ્યું હતું કે આરએસએસ ત્રણ દિવસમાં સૈન્ય ઊભું કરી શકે છે. હૈદરાબાદના સાંસદે કહ્યું કે આ નિવેદનને ધ્યાનપૂર્વક જોવાની જરૂર છે. કારણ કે આના ઘણા અર્થ નીકળે છે. તેઓએ ભાગવતથી આ સ્પષ્ટ કરવા કહ્યું કે એ સાંસ્કૃતિક સંગઠન પોતાના સભ્યોને સૈન્ય જેવી ટ્રેનિંગ કઈ રીતે આપી શકે છે. આરએસએસ પ્રમુખે કહ્યું હતું કે તેમનું સંગઠન પોતાના સભ્યોને ત્રણ દિવસમાં સૈન્યની જેમ તૈયાર કરી શકે છે જ્યારે સૈન્યને તૈયાર કરવામાં છથી સાત મહિના લાગે છે. ઓવૈસીએ કહ્યું કે કોઈ કંઈ રીતે એક જૂથની તુલના ભારતીય સેના સાથે કરી શકે છે. દેશ માટે જાન ન્યોછાવર કરનાર આપણા બહાદુર સૈનિકોની AIMIMના  નેતાએ કહ્યું કે શું એ જાણે છે કે ભારતીય સૈનિક તૈયાર કરવા માટે કંઈ પરિસ્થિતિઓથી નીકળવું પડે છે. ઓવૈસીએ કહ્યું કે જો આરએસએસ પ્રમુખને પોતાની ક્ષમતાને લઈ એટલો જ વિશ્વાસ હોય તો તેઓએ સરહદ પર જઈને સૈન્યનું નેતૃત્વ કરવું જોઈએ. જમ્મુમાં સૈન્ય શિબિર પર થયેલા આતંકવાદી હુમલામાં તેમણે કહ્યું કે આપણો ગત આંતકવાદી હુમલાઓથી શીખ નથી લઈ રહ્યા.