ઓકલેન્ડ,તા. ૨૦
ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ મેચમાં આવતીકાલે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓકલેન્ડમાં રોમાંચક જંગ ખેલાશે. આ મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. કારણ કે, અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને રેકોર્ડ અંતર સાથે હાર આપી હતી અને મેચ ખુબ જ રોમાંચક રહી હતી. વર્તમાન શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા એક પણ મેચ હાર્યું નથી અને તે ફાઇનલમાં પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય ટ્‌વેન્ટી મેચની પ્રથમ ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડની સતત બે મેચોમાં હાર થઇ હોવા છતાં તે ફાઇનલમાં પહોંચ્યું છે.
હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત બધી મેચોમાં જીત મેળવી છે.