ઓકલેન્ડ, તા. ૧૫
ઓકલેન્ડ ખાતે ત્રિકોણીય ટ્‌વેન્ટી શ્રેણીની અતિ મહત્વની મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને ન્યુઝીલેન્ડ વધારે સાવધાન છે. કારણ કે આ મેચમાં જીતની સ્થિતિમાં તેની સ્થિતિ મજબૂત બની શકે છે અને ફાઈનલમાં પહોંચી શકે છે. બંને ટીમો ધરખમ દેખાવ કરવા ઇચ્છુક છે. એકબાજુ ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી ચુક્યું છે જ્યારે ન્યુઝીલેન્ડે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ ઉપર જીત મેળવી હતી. આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે રમ્યા બાદ ન્યુઝીલેન્ડને વધુ એક મેચ રમવાની તક રહેશે. હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ મેચોમાં જીત મેળવી છે.