મેલબર્ન, તા.૧૬
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ઓલરાઉન્ડર એરિક ફ્રીમેનનું ૭૬ વર્ષની વયે અવસાન થયું. ફ્રીમેન ઓસ્ટ્રેલિયાનો ૨૪૪ મો પુરુષ ટેસ્ટ ખેલાડી હતો. તેમણે ૧૯૬૮માં ગાબામાં ભારત સામે ડેબ્યુ કર્યું હતું. ફ્રીમેને તેની પ્રથમ મેચમાં ભારતના બંને ઓપનરને આઉટ કર્યા. ફ્રીમેને તેની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે કુલ ૧૧ ટેસ્ટ રમી હતી અને ૩૪૫ રન બનાવ્યા હતા અને ૩૪ વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં વર્ષ ૧૯૬૮-૬૯ દરમિયાન ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટ ખેલાડી, ફ્રીમેને બેટ અને બોલથી કમાલ કરી હતી.. ૧૮૩ રન બનાવ્યા સિવાય ફ્રીમેને પણ આ સીરીઝમાં ૧૩ વિકેટ લીધી હતી. તેમના સદાબહાર ખેલાડીના નિધન પર શોક વ્યક્ત કરતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફ્રીમેનને શ્રદ્ધાંજલિ આપી છે. ક્રિકેટ સિવાય ફ્રીમેન ફૂટબોલ પણ રમતા હતા. ૨૦૦૨ માં, ફ્રીમેનને મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ક્રિકેટર ઉપરાંત, તે એક સફળ સંચાલક અને કમેંટેટર પણ હતો.
Recent Comments