(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
ભારતીય ક્રિકેટ ટીમનો સિડનીમાં રમવામાં આવેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના હાથે પ૧ રનથી હારનો સામનો કરવો પડ્યો. રવિવારે મળેલી આ હારની સાથે જ વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમે વન-ડે સિરીઝ પણ ગુમાવી દીધી અને યજમાનોએ ૩ મેચની સિરીઝમાં ર-૦ની અજય બઢત નોંધાવી લીધી. તેની સાથે જે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા. ઓસ્ટ્રેલિયાએ બીજી વન-ડેમાં ચાર વિકેટ પર ૩૮૯ રન બનાવ્યા ત્યારબાદ ભારતીય ટીમ ૯ વિકેટ ગુમાવીને ૩૩૮ રન બનાવી શકી. આ હાર પછી ટીમ ઈન્ડિયાના હેડ કોચ ટ્રોલ થવા લાગ્યા. એક યુઝરે તેમની જૂની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તે ઊંઘતા દેખાઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ક્યારે રવિ શાસ્ત્રીને નોટપેડ લઈને પોઈન્ટ્‌સ બનાવતા નથી જોયા. એટલું જ નહીં એક યુઝરે જણાવ્યું કે, પૂર્વ કોચ અનિલ કુંબલે અનુશાસન પસંદ વ્યક્તિ છે. પરંતુ તેમને હટાવી દેવામાં આવ્યા.