મેલબોર્ન, તા.૩૦
ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ આજે ડ્રોમાં પરિણમી હતી. ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને બીજા દાવમાં આઉટ કરી શક્યા ન હતા. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૨૬૩ રન બનાવી લીધા હતા. વોર્નર ૮૬ રન કરીને આઉટ થયો હતો જ્યારે સ્મિથ ૧૦૨ રન કરીને અણનમ રહ્યો હતો. સ્મિથે ધરખમ દેખાવનો દોર જારી રાખ્યો હતો. ૨૭૫ બોલમાં છ ચોગ્ગા સાથે સ્મિથે આ રન બનાવ્યા હતા. માર્શ ૨૯ રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પાંચ ટેસ્ટ મેચોની એસીઝ શ્રેણીમાં પહેલાથી જ ૩-૦થી આગળ છે. ગઇકાલે રમત બંધ રહી ત્યારે ડેવિડ વોર્નર પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકાર્યા બાદ ૪૦રન સાથે રમતમાં હતો. જ્યારે સ્મિથ ૨૫ રન સાથે રમતમાં હતો. બંનેએ આજે મક્કમતા સાથે ઇનિંગ્સ આગળ વધારી હતી અને ઇંગ્લેન્ડની જીતની આશા ઉપર પાણી ફેરવી દીધું હતુૂં. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ ઓલઆઉટના જવાબમાં નવ વિકેટે ૬૬૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ૨૧૮ રન જ બનાવી શકી હતી. આની સાથે જ તેની એક ઇનિંગ્સ અને ૪૧ રને હાર થઇ હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી .જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી.
આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ફરીવાર ફોર્મ મેળવી લેવામાં સફળતા મેળવી હતી. મેન ઓફ દ મેચ તરીકે કૂકની પસંદગી કરવામાં આવી હતી. કુકે આ ટેસ્ટ મેચમાં અણનમ બેવડી સદી ફટાકીર હતી.
મેલબોર્ન ટેસ્ટ : સ્કોરબોર્ડ
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૩૨૭
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૪૯૧
ઓસ્ટ્રેલિયા બીજો દાવ
બેનક્રાફ્ટ બો. વોક્સ ૨૭
વોર્નર કો. વિન્સ બો. રુટ ૮૬
ખ્વાજા કો. બેરશો
બો. એન્ડરસન ૧૧
સ્મિથ અણનમ ૧૦૨
માર્શકો. બેરશો બો. બ્રોડ ૦૪
એમ માર્શ અમનમ ૨૯
વધારાના ૦૪
કુલ (૧૨૪.૨ ઓવરમાં ૪ વિકેટે) ૨૬૩
પતન : ૧-૫૧, ૨-૬૫, ૩-૧૭૨, ૪-૧૭૮
બોલિંગ : એન્ડરસન : ૩૦-૧૨-૪૬-૧, બ્રોડ : ૨૪-૧૧-૪૪-૧, વોક્સ : ૨૬-૭-૬૨-૧, કુરેન : ૨૦-૬-૫૩-૦, અલી : ૧૩.૨-૨-૩૨-૦, માલન : ૮-૧-૨૧-૦, રુટ : ૩-૨-૧-૧