(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતાના પિયરપક્ષ પાસેથી ઓસ્ટ્રેલિયા જવા માટે રૂા.૧૫.૪૮ લાખ મેળવી પરિણીતા ઉપર સાસરિયા ત્રાસ ગુજારી ઓસ્ટ્રેલિયાથી પતિએ પત્નીને પરત મોકલી દીધી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી પ્રયત્નના લગ્ન ભૂગેશ ભાવેશભાઇ રવાણી (રહે. તુલસી બંગ્લોઝ, અમદાવાદ)ની સાથે પતિ ભુગેશ, સસરા ભાવેશ ભોગીલાલ રવાણી અને સાસુ ભાવનાબેનનું ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને મારઝૂડ કરતા હતા. પતિએ ઓસ્ટ્રેલિયા જવા માટે ફરિયાદીના પપ્પા પાસેથી રૂા.૮ લાખ અને ફરિયાદી પત્નિ પાસે રૂા.૭.૪૮ લાખ મેળવી બન્ને સ્થિતિ ઓસ્ટ્રેલિયા ગામ હતા જ્યાંથી પત્નીને તરત મોકલી છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.