મેલબોર્ન, તા.૨૧
ઓસ્ટ્રેલિયાના ઓપનર જો બર્ન્સનું માનવું છે કે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પેસર મોહમ્મદ શમી ચાર ટેસ્ટ સીરિઝની બાકી ત્રણ મેચમાં રમવાના ન હોવાથી ટીમ ઇન્ડિયાને નુકસાન થશે. તેણે કહ્યું કે, ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શોને ઓસ્ટ્રેલિયન ટીમ ટિપ્સ આપવા તૈયાર છે, પરંતુ તેઓ સીરિઝ સમાપ્ત થાય તે પછી જ ટિપ્સ આપશે. બર્ન્સે કહ્યું કે, કોહલી અને શમી ન હોવાથી ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન થશે. મારુ માનવું છે કે ટીમ ઇન્ડિયા મેલબોર્નમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.
ટીમ ઇન્ડિયા મેલબોર્નમાં અમને પડકાર આપવા તૈયાર હશે. બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરતા બીજી ઇનિંગ્સમાં અણનમ ૫૧ રન બનાવ્યા હતા. બર્ન્સે કહ્યું કે, હું પૃથ્વીને ત્યાં સુધી સલાહ આપી શકતો નથી, જ્યાં સુધી હું તેની સામે રમી રહ્યો છું. હું ઈચ્છું છું કે તે રન ન બનાવી શકે. હું તેને ફોલો કરતો નથી. તેથી મને ખબર નથી કે તેની ગેમમાં ખામી શું છે. તે ભારત માટે રમે છે એટલે સારો ખેલાડી જ હશે.
હું તેને સીરિઝ સમાપ્ત થાય તે પછી જ સલાહ આપી શકું છું. પૃથ્વી શોએ બીજી ઇનિંગ્સમાં કુલ ૪ રન બનાવ્યા હતાપૃથ્વીએ એડિલેડ ખાતેની ડે-નાઈટ ટેસ્ટમાં કુલ ૪ રન બનાવ્યા હતા. તે ફર્સ્ટ ઇનિંગ્સમાં ઝીરો અને બીજી ઇનિંગ્સમાં ૪ રને આઉટ થયો હતો. તે બંને ઇનિંગ્સમાં ઇન સ્વિંગ બોલ પર બોલ્ડ થયો હતો. સુનિલ ગાવસ્કર અને રિકી પોન્ટિંગે તેની ટેક્નિકની ટીકા કરી હતી.