(એજન્સી) સરહિન્દ,તા.૮
પંજાબના સરહિન્દના ઐતિહાસિક શહેર નજીક મહાદિયાન ગામમાં મુગલકાળની પોતાની બે ગુંબજો માટે પ્રખ્યાત ચિત્તીયન મસ્જિદ (સફેદ મસ્જિદ)ની દેખરેખ પડોશમાં સ્થિત ગુરૂદ્વારા કરે છે. સીખ ઈતિહાસમાં એક દર્દનાક અને દુઃખદ અધ્યાય છતાં પણ મસ્જિદ અને ગુરૂદ્વારાએ પોતાની હિંસક અતિતની સાથે શાંતિ બનાવેલી છે. ગુરૂદ્વારા મસ્તગઢ સાહિબ ચિત્તીયન નજીક ૧૦૦ વર્ષથી મસ્જિદને સંભાળી રહ્યા છે અને હવે મસ્જિદને પોતાના પરિસરમાં લઈ લેવામાં આવી છે. આ એ જ મસ્જિદ છે જેના કાજી વર્ષ ૧૭૦પમાં ગુરૂગોબિંદસિંહના બે પુત્રોની મોજ માટે ફતવો જાહેર કર્યો હતો. મસ્જિદ એ સ્થાનથી એક કિલોમીટરથી પણ ઓછી છે. જયાં જોરાવડસિંહ અને ફતેહસિંહને ઈસ્લામ અપનાવવાથી ઈન્કાર કરવા પર સરહિંદના નવાબ વજીર ખાને તેઓને દીવાલો પર બાંધી દીધા હતા. આ ઘટના હવે જોર મેળાના સ્વરૂપે મનાવવામાં આવે છે જયાં સીખ દર વર્ષે ભેગા થાય છે ગ્રંથી જીતનસિંહ કહે છે કે તેઓ દિવસમાં બે વાર મસ્જિદ સાફ કરે છે મુસ્લિમ લોકો ખુશ છે કે અમે આ જૂની મસ્જિદની દેખભાલ કરી રહ્યા છે. ફતેહગઢ સાહિબની માતા ગજરી કોલેજમાં પંજાબી શીખવનાર પ્રોફેસર સશીદ કહે છે કે ચીત્તીયન મસ્જિદ ગુરૂદ્વારા સાંપ્રદાયિક સૌહાર્દનું એક ઉદારણ છે મસ્જિદમાં મુસ્લિમો નમાઝ પણ પઢી શકે છે. તે માટે પણ તેઓ સ્વતંત્ર છે. ફરીદકોટ સ્થિત એક ઈતિહાસકાર અને સરહિંદનો ઈતિહાસ અને વાસ્તુશીલ્પ અવશેષના લેખક પ્રોફેસર સુભાષ પરિહારનું કહેવું છે કે મસ્જિદ મુગલ બાદશાહ શાહજહાંના સમયના ખૂબ જ પહેલાંની છે અને આને ૧૬ર૮-૧૬પ૮ની વચ્ચે બનાવવામાં આવી છે.