(એજન્સી) તા.૮
પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવાનો સમારોહ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ કોમનાથ કોવિંદ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે. એવોર્ડ મેળવનારાઓમાં કંગના રનૌત, અદનાન સામી, એકતા કપૂર, કરણ જોહર અને દિવંગત ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનો સમાવેશ થાય છે. આ સન્માન વિશે બોલતા કંગાને અગાઉ કહ્યું હતું કે મેં હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામથી મારી સફરની શરૂઆત કરી હતી અને મારા માટે આ એવોર્ડ એક સન્માનીય વાત છે. અમે કરણ જોહર ફિલ્મો હોય કે એકતા કપૂરનો મેલોડ્રામા જોતા મોટા થયા છીએ. આવા મોટા દિગ્ગજોને કોણ નથી ઓળખતું જેને અમે ફિલ્મી પડદા દ્વારા ઓળખીએ છીએ. કોઈપણ એવું નથી જેણે અદનાન સામીના ગીતો સાંભળ્યા ના હોય. મારા જેવી યુવતી માટે પદ્મશ્રી મેળવવો એ એક ગર્વની વાત છે. નિર્માતા એકતા કપૂરે ટિ્‌વટર પર લખ્યું કે હું આ સન્માન બદલ આભાર વ્યક્ત કરૂં છું. હું ૧૭ વર્ષની હતી ત્યારથી મેં ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી. મેં સતત સાંભળ્યું હતું કે વસ્તુઓ સમજવા હજુ હું ખૂબ નાની અને કાચી છું, વસ્તુઓ થવા માટે તે બહુ જલ્દી હતું. વર્ષોબાદ ખ્યાલ આવ્યો કે તમારા સપનાને જીવવા માટે કયારેય કોઈપણ ક્ષણ જલદી ના કહેવાય, યુવાન બનવું એ શ્રેષ્ઠ બાબત છે. આજે જ્યારે મને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ત્યારે હું વિનમ્રતા સાથે તમામનો આભાર વ્યક્ત કરૂં છું. કરણ જોહરે લખ્યું હતું કે ઘણીવાર એવું નથી થતું કે હું શબ્દોની ખોટ અનુભવું છું. પરંતુ આ એક એવો પ્રસંગ છે..પદ્મશ્રી. દેશના એક નાગરિક પુરસ્કાર પ્રાપ્ત કરવાનું આટલું સન્માન. હું જાણું છું મારા પિતાને ગર્વ થસે અને હું ઈચ્છું છું કે તેઓ મારી સાથે આ ક્ષણ શેર કરવા અહીં હોત. અજય દેવગણ પછી વિકી કૌશલ બેર ગ્રિલ્સ સાથે સાહસિક રાઈડ પર ઉતરનાર આગામી સેલિબ્રિટી બની ગયો છે. અભિનેતા ઇનટુ ધ વાઈલ્ડ ના આગામી એપિસોડમાં જોવા મળશે. નંદમુરી બાલકૃષ્ણ આહાના ટોક શો અનસ્ટોપ્લમાં નાની હોસ્ટ કરશે. મોહન બાબુ અને તેના પરિવારનો હોસ્ટ કર્યા પછી અભિનેતા તેના બીજા એપિસોડમાં શોમાં નાનીનું સ્વાગત કરશે.