(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
યશ ફેશનના વેપારીનું જીએસટી એકાઉન્ટ સંભાળનાર વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલી એમડીએસ એસોસિએટે ખોટી એન્ટ્રીઓ બતાવી જીએસટી ટેક્સ સાથેના રૂા.૯૫.૬૮ લાખના વ્યવહારો બતાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રામેશ્વનગર સોસાયટીમાં રહેતાં વેપારી નાગરાજ ફકીરા પાટીલ, મિતેશ શાહ (એમડીએસ એસોસિએટ્‌સ વર્લ્ડ ટ્રેડ સેન્ટર રિંગરોડ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ફરિયાદીની યશ ફેશનના જીએસટી એકાઉન્ટનો હિસાબ સંભાળતા હતા. આરોપીઓએ ફરિયાદીના જીએસટી નંબર ઉપર ઓનલાઈન ખોટી એન્ટ્રીઓ બતાવી બેંક ખાતામાં એરાઈડ્‌સ ટ્રેડિંગના બેંક ખાતામાંથી રૂા.૧૭,૨૦,૯૪૯ ક્રિષ્ના ટ્રેડર્સના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૩૨ લાખ મળી કુલ રૂા.૪૯,૬૦,૯૪૯ જમા કરાવી રૂા.૪૭,૬૦,૯૪૯ સોનાલી એક્ઝીમ પ્રા.લિ.ના બેંક એકાઉન્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી દીધા હતા. આમ આરોપીઓએ જીએસટી સાથેના રૂા.૯૫,૬૮,૫૪૪ના વ્યવહારો ફરિયાદીના નામે બતાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.