લંડન,તા.૨૭
બ્રિટનની ત્રણ યુનિવર્સિટીના પ્રોફેસર કોરોનાની એક દવા શોધીને રાતોરાત કરોડપતિ બની ગયા. પ્રોફેસર રટકો જુકાનોવિક, સ્ટીફન હોલગેટ અને ડોન્ના ડેવિસની કંપની શેરના ભાવમાં એક જ રાતમાં મોટો ઉછાળો આવ્યો. અત્યાર સુધીમાં શેરના ભાવમાં ૩૦૦૦ ટકાનો ઉછાળો આવી ચૂકયો છે. પ્રોફેસર રટકો જુકાનોવિક, સ્ટીફન હોલગેટ અને ડોન્ના ડેવિસે સિનેરજેન નામની કંપની બનાવી હતી. આ કંપનીએ કોરોના વાયરસની એક દવાનું ટ્રાયલ કર્યું હતું. ટ્રાયલમાં ખબર પડી કે જે દર્દીઓને દવા આપવામા આવી છે તેમાંથી ૭૯ ટકા દર્દીઓ ગંભીર રીતે બીમાર પડવાની આશંકા ઓછી થઇ ગઇ. અસલમાં બ્રિટનની સાઉથેંપટન યુનિવર્સિટીની મેડિસીન સ્કૂલમાં ત્રણેય પ્રોફેસરે અંદાજે ૨૦ વર્ષ પહેલાં જ આ શોધ કરી હતી. તેમણે રિસર્ચ કર્યું હતું કે અસ્થમા અને ક્રોનિક લંગ ડિસીસના દર્દીઓમાં ઇન્ટફેરોન બીટા નામના પ્રોટીનનો અભાવ હોય છે. આ પ્રોટીન કોમન કોલ્ડથી લડવામાં મદદ કરે છે. પ્રોફેસરોએ રિસર્ચ કર્યું કે જે પ્રોટીનની અછત છે તેને જો પૂરું કરી દેવામાં આવે તો વાયરલ ઇન્ફેકશન સાથે લડવામાં દર્દીને મદદ મળશે. પોતાની શોધને દવામાં ફેરવવા માટે પ્રોફેસર્સ એ જીઅહટ્ઠૈખ્તિીહ કંપની બનાવી. ૨૦૦૪માં જ આ કંપની સ્ટોક માર્કેટમાં આવી હતી. પરંતુ કોરોના મહામારી શરૂ થયા બાદ કંપનીએ ફેબ્રુઆરી અને માર્ચમાં ૈંહીંકિીર્િહ મ્ીંટ્ઠ પ્રોટીનવાળી દવા જીદ્ગય્૦૦૧નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું. આ સપ્તાહે ટ્રાયલના શરૂઆતના રિઝલ્ટ પ્રકાશિત કરાયા.