(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
કંપનીના લોગોવાળા પેકિંગ પર લગાડવામાં આવેલા કોડિંગને કેમિકલથી સાફ કરીને કંપનીના માલિક પાસેથી ૨૫ લાખની ખંડણીની માગણી કરનાર કારીગર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ ઘડોદોડ રોડ ગ્રીન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા મનહર જીવણ સાસપરા (ઉ.વ.૫૩) ઈચ્છાપોર ગામ જીઆઈડીસીમાં યુરો ઈન્ડીયા ડ્રેશ ફ્‌ૂડ લીમીટેડ નામની કંપની ધરાવે છે. કારીગરે અમરસીંગ હરેસીંગ પાડવીએ ગત તારીખ ૨૮મી ઓક્ટોબરના રોજ કંપનીમાં મોબાઈલ લાવવાની મનાઈ હોવા છતાં સ્માર્ટ મોબાઈલ લઈને આવ્યો હતો અને કંપનીના લોગોવાળા પેકીંગમાં આવેલ બેચ કોડીંગના લખાણોને કોઈ કારાગરો કેમીકલ નાંખીને બેચ કોડીંગના લખાણો સાફ કરતા હતા જેનો વીડીયો બનાવ્યો હતો. અને મનહરભાઈને વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી કંપનીના પ્રતિષ્ઠાને નુકશાન કરી બદનામ કરી દેવાની ધમકી આપી વીડીયો વાયરલ નહી કરવાના બદલામાં રૂપિયા ૨૫ લાખની ખંડણીની માંગણી કરી હતી જાકે મનહરભાઈએ કારગીર અમરસીગ પાડવીની ધમકીમાં તાબે નહીં થઈ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે અમરસીંગ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.