(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.ર૧
બોડેલી તાલુકાના કંબોઈ ગામે એક વિધવા મહિલાને સતામણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાસરિયાએ વિધવાના ઘર પર પથ્થરમારો કરી સરપંચે મહિલાના ખેતરના છેડા પર રસ્તો બનાવવા કપચી નાખી મકાઈના વાવેતરને નુકસાન કર્યું હોવાનો આક્ષેપ મહિલાએ બોડેલી કોર્ટમાં કરતાં કોર્ટે બોડેલી પોલીસને ફરિયાદ નોંધી તપાસ કરવાનો હુકમ કર્યો છે.
બોડેલી તાલુકાના કંબોઈ (ખારકૂવા) ગામે રહેતા બારિયા સુરેખાબેન જેમતભાઈના પતિ જેમતભાઈનું ત્રણ મહિના પહેલાં અવસાન થયું હતું. સુરેખાબેનના ઘર પાસે રહેતા તેઓના કાકા સસરાનો પુત્ર બારિયા રતનભાઈ મગનભાઈ અને તેઓની પત્ની લીલાબેન બંને જણા સુરેખાબેનના મકાન પર રાત્રે પથ્થર ફેંકી બીભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને તારો પતિ મરી ગયો છે. તારૂં હવે અહીં કશું છે નહીં, જેથી ઘર મિલકત છોડી જતી રહે કહી બંનેએ વિધવાને ધમકી આપી હતી. જ્યારે રતનભાઈ અને લીલાબેન પોલીસના માણસને જોડે બોલાવી સુરેખાબેનના ઘરમાં જઈ તપાસ કરેલ અને સુરેખાબેને પૂછતાં જણાવેલ કે, તમારી ઉપર કેસ કરવા આવેલ છે. જ્યારે ગામના સરપંચ રઘુભાઈ ધૂળાભાઈ (રહે.ખોખરીવેરી) પણ છૂપી રીતે રતનભાઈનો સાથ આપી સુરેખાબેનના ખેતરના છેડા પર આવેલ પગદંડી રસ્તાને આર.સી.સી. બનાવવા માટે કપચી અને મેટલ નાખી માલિકીની મિલકતમાં પ્રવેશ કરી મકાઈના પાકને નુકસાન કરેલ હતું જેવા આક્ષેપો વિધવા મહિલાએ કરતા બોડેલી કોર્ટમાં અરજી કરી કોર્ટે બોેડેલી પોલીસને ફરિયાદ નોંધી તપાસનો હુકમ કરેલ છે.
કંબોઈ ગામે સાસરિયા અને સરપંચે સતામણી કરી હોવાનો વિધવાનો આક્ષેપ

Recent Comments