• વિવિધ કારણોસર ખાલી પડેલી જગ્યાઓ પર શિક્ષકોની નિમણૂક કરાતી નથી • શિક્ષણ વિભાગ દબાણ કરીને શિક્ષણના ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે : કોંગ્રેસ

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૩
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય સરકારની નીતિ-રીતિ હોય તે રીતે એક પછી એક પગલાં ભરી રહી છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ જેટલી સરકારી શાળાઓ આગામી સમયમાં બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને કન્યા શિક્ષણ પર મોટો ફટકો પડશે. આદિવાસી વિસ્તારની સ્થિતિ તો અત્યંત નાજૂક છે. સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂકોમાં અતિ વિલંબ કરવામાં આવે છે. સાથોસાથ ગ્રાન્ટેડ સંસ્થાઓના માળખાને તોડી નાખવા માટે આ સંસ્થાઓમાં અવસાનથી, નિવૃત્તિ સહિત ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક અંગે મંજૂરી કે કાર્યવાહી શિક્ષણ વિભાગ કરી રહ્યો નથી. ગ્રાન્ટેડ સંસ્થાઓને ફરજિયાત સેલ્ફ-ફાયનાન્સ વર્ગો શરૂં કરવા અને ક્રમશઃ ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવા આયોજનબદ્ધ રીતે શિક્ષણ વિભાગ દબાણ કરીને શિક્ષણના વેપારીકરણ-ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યો છે. ગુજરાતમાં સરકારી શાળાઓમાં ઓછી સંખ્યાના નામે રાજ્ય સરકાર લાંબા સમયથી પ્રથમ સૈદ્ધાંતિક નિર્ણય અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું આયોજન મોટાપાયે શરૂં કરી નાખ્યું છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ જેટલી સરકારી શાળાઓ આગામી સમયમાં બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને કન્યા શિક્ષણ પર મોટો ફટકો પડશે. આદિવાસી વિસ્તારની સ્થિતિ તો અત્યંત નાજૂક છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકના સીધા આદેશથી તા.૨૩-૧૧-૨૦૨૦ના પત્રથી અંતરિયાળ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં ૭૬ શાળાઓને તથા કચ્છ જિલ્લાની ૧૭૯ શાળાઓને તાળાં લાગી ગયા છે. જેના લીધે કચ્છના ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો જેમા ખાસ કરીને દીકરીઓના ભણવાનો અધિકાર છીનવાશે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં સરકારના આદેશથી ગ્રામ્ય વિભાગની સરકારી શાળાઓને તાળા લાગી રહ્યા છે, જે ગંભીર અને ચિંતાજનક છે. ડૉ. મનીષ દોશીએ ગુજરાત સરકારને વિનંતી કરી છે કે, ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણના અધિકાર માટે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી ૬૦૦૦ સરકારી શાળાઓ બંધ કરવાનો અવિચારી નિર્ણય રદ્દ કરે.