(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧૪
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના રોજના સરેરાશ ૨૦ કેસ સામે આવી રહ્યાં છે તેવામાં અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે મુકાયેલી કચરાપેટીમાં કોઇ પીપીઇ કિટ નાંખી જતાં સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં.
અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાસે મુકવામાં આવેલી કચરાપેટીમાં કોઈક એ પીપીઇ કિટ નાખી દેતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. કોઇ અઘટીત ઘટના બને તે પહેલાં અંકલેશ્વર નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પાલિકાની ટીમે દોડી આવી કચરાપેટીમાંથી પીપીઇ કિટને બહાર કાઢી તેનો યોગ્ય રીતે નિકાલ કરવાની કામગીરી કરી હતી. કચરા પેટીમાં પીપીઇ કિટ નાંખી જનારને શોધી કાર્યવાહીની માંગ લોકોએ કરી હતી.