ભૂજ, તા.૩૦
ભૂજ ખાતે પીર શેખ લધાશાની દરગાહે ૩૦૦ વર્ષ પૂરા થતાં કચ્છના મહારાવ પ્રાગમજી ત્રીજાની હાજરીમાં તેમના તરફથી ચાદરપોશી કરવામાં આવી હતી. કચ્છ તથા કચ્છની પ્રજા માટે ભારત વર્ષ માટે ભલાઈની દુવા કરવામાં આવી હતી. આ પ્રસંગે કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, જોરાવરસિંહજી રાઠોડ, નિવત્ત નાયબ કલેક્ટર હિંમતસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ જાડેજા, બાલુભા જાડેજા વગેરે હાજર રહ્યાં હતા. આ પ્રસંગે દરગાહ ઉપર મૌલાના અલીમામદ તેમજ દરગાહના મુજાવર અનવરખાન શેખે દુવા માગી હતી તેમજ કચ્છને ચાલુ મહામારી કોરોનામાંથી મુક્તિ અપાવવા દુવા માગી હતી. આ પ્રસંગે જોરૂભા રાઠોડ, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ પણ તેમના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. મહારાવ તથા રાજપૂત સમુદાયે દરગાહને લગતા પ્રશ્નોમાં પૂર્ણ નિરાકરણ માટે તથા ઉપયોગી થવા ખાત્રી આપી હતી. આ પ્રસંગે પીરના વંશજો અબ્દુલગફુર શેખ, સલીમ શેખ, અઝીઝ શેખ, અબ્દુલકરીમ શેખ તથા સમાજિક કાર્યકરો ઝહીર સમેજા, કાસમ ચાકી તેમજ ગણ્યા ગાંઠ્યા અન્ય વ્યક્તિઓ કોરોના મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમજ માસ્ક પહેરી હાજર રહ્યાં હતા. સાંજના માંડવી-મુન્દ્રા વિભાગના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ દરગાહ ઉપર ચાદરપોશી કરી દુવા માગી હતી. આ પ્રસંગે અઝીમ શેખ, માનવજ્યોતના પ્રમુખ પ્રબોધ મુનવર, કોરિયાણીના સરપંચ ચમનસિંહ સોઢા, જોરૂભા રાઠોડ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અગ્રણી હસન સુમરા, સારસ્વત સમાજના અગ્રણી શંભુલાલ જોષી, કવિ રજનીકાન્ત ઓઝા, ગુજરાત વકફ બોર્ડના ડાયરેક્ટર આમદ જત, ઝહીર સમેજા, કાસમ ચાકી વગેરે હાજર રહ્યાં હતા.