ભૂજ, તા.૧૪
કચ્છ સ્થિત ભારત-પાક.ની આંતરરાષ્ટ્રીય સરહદની સધર્ન કમાન્ડના લેફટેનન્ટ સી.પી. મોહંતીએ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે આગામી ર૪/રના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. સંભવતઃ તે અંતર્ગત આ મુલાકાત લેવામાં આવી હોય.
કચ્છની સામે પાર પાકિસ્તાન પોતાની હદમાં માળખાગત સુવિધા વધારવામાં આવી છે, અરબ સાગરમાં સબમરીન ઉતારવા સહિતના પગલાને લઈને ભારતે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ તેજ બનાવી છે. જેથી તા.૧૩/રના રોજ આર્મીના અધિકારી સી.પી. મોહંતી હેલિકોપ્ટર મારફત સરહદ ઉપર આવ્યા હતા અને સ્પીડબોટ મારફત દરિયામાં ક્રિક વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભૂજ સ્થિત આર્મી કેમ્પની પણ મુલાકાત લીધી હતી.