ગાંધીધામ,તા.ર૧
સમગ્ર ભારતમાં હજીય સીએએ-એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે કચ્છનો મુસ્લિમ સમાજ પણ અન્ય સમાજોને સાથે રાખીને સીએએ-એનઆરસી અને એનપીઆર સામે સવિનય કાનૂન ભંગ લડત લડશે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી હાજી જુમારાયમાએ એક યાદીમાં જણાવ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના જણાવ્યાનુસાર સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ આગેવાનો દ્વારા સવિનય કાનુન ભંગ દ્વારા એનપીઆર-સીએએ-એનઆરસીનો વિરોધ કરવાનું નક્કી કરેલ છે ત્યારે કચ્છનો મુસ્લિમ સમાજ પણ સવિનયકાનુન ભંગ દ્વારા વિરોધ કરી લડતના જોડાણ કરશે. ટૂંક સમયમાં જ કચ્છ જિલ્લાના જવાબદાર અગ્રણીઓની મીટિંગનું આયોજન કરી તમામ ધાર્મીક સામાજિક રાજકીય આગેવાનો દ્વારા સીએએ-એનઆરસી-એનપીઆરનો સવિનય કાનુન ભંગ દ્વારા વિરોધ કરી કાગજ નહીં દીખાયેગે સંવિધાન બચાયેગેના નારા સાથે મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોને સાથે રાખી લડત કરીશું તથા તે માટે ટુંક સમયમાં કચ્છના અગ્રણીઓની બેઠક બોલાવીને એક ઝુંબેશ ઉપાડવામાં આવશે. જેમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે.