(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.ર૬
કચ્છમાં તા.ર૬-રની સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવતા સમગ્ર કચ્છમાં કમોસમી વરસાદ અને વરસાદી કરા પડતા હવામાન બદલાયું હતું.પૂર્વ કચ્છના રાપર-ભચાઉ અને અંજાર-ગાંધીધામ એકાદ કલાક સુધી વરસાદ પડતા ચોમાસાની જેમ પાણી ભરાયા હતા. મુખ્ય મથક ભૂજ અને આસપાસના વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ પડ્યો હતો.
પશ્ચિમ કચ્છના અબડાસા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ઉપરાંત કરા પડ્યા હતા. વરસાદથી જીરૂ, ઈસબગુલ જેવા પાકને નુકસાન થયું હતું. ગાંધીધામમાં રસ્તા ઉપર પાણી વહ્યા હતા.