ભૂજ, તા.૧૮
કચ્છમાં મુસ્લિમ સમાજના ધર્મસ્થાનો દરગાહોમાં અસામાજિક તત્ત્વો દ્વારા તોડફોડ બાદ આ ઘટનામાં આરોપીઓ વિશે કોઈ સગડ ન મળતા તાજેતરમાં ભૂજ ખાતે કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા પ્રચંડ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં જવાબદાર આરોપીઓને શોધી કાઢી તેમની વિરૂદ્ધ કાયદાકીય પગલાં લેવા ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. ૧૦ દિવસ પૂરા થયા છતાં એકપણ આરોપી ન ઝડપાતા ગતરોજથી અખિલ કચ્છ મુસ્લિમ દલિત સમાજના અગ્રણીઓ કલેક્ટર ઓફિસ પાસે અનશન પર ઉતરી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી આરોપીઓ ન પકડાતા ગત રોજથી અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ દલિત અગ્રણીઓ કલેક્ટર ઓફિસ પાસે આમરણાંત અનશન ઉપવાસ પર ઉતરી જતાં પોલીસતંત્ર દોડધામ મચી જવા પામી છે. અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અહીં જ આમરણાંત અનશન પર બેસી રહીશું તથા જુમ્માની નમાઝ પણ અહ્યિા અદા કરીશું તેવી સ્પષ્ટ વાત સંભળાવી દીધી હતી. જ્યારે પીઆઈએ અનશન પર ઉતરી રહેલા આગેવાનોને ધમકી આપતા રોષની લાગગણી ફેલાઈ જવા પામી છે. જો કે અગ્રણીઓ અનશન પર મક્કમ છે. જ્યારે મુસ્લિમોની વ્હારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આવ્યા છે તેમણે પણ તંત્ર વાહકોને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો આ પ્રશ્નનો કોઈ નિવેડો નહીં આવે તો ભૂજથી ગાંધીનગર સુધી રેલી લઈ જવાશે. આમ ધોમધખતા તાપમાં દલિત-મુસ્લિમ અગ્રણીઓ ભૂખ્યા-પ્યાસા અનશન ઉતરતા તંત્ર વાહકોમાં દોડધામ મચી જવા પામી છે. આ પ્રશ્ને આદમભાઈ ચાકીએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ બેઠકમાં રજૂઆત કરી છે. દરગાહોમાં તોડફોડના બનાવ બન્યા છે તે સમયના કોલ ડીટેઈલ્સ મેળવવામાં આવે તો કોઈ સુરાગ નીકળી શકે છે. તેમાં કટ્ટરવાદી માનસ ધરાવતો એક શખ્સ અને સત્તા સાથે જોડાયેલા ભુજ, અબડાસા, માંડવીના ત્રણ-ચાર નેતાઓ વચ્ચેના ટેલિફોનિક સંપર્કોની ખાસ તપાસ કરવામાં આવે તથા હાજી જુમા નોડેએ જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૧ જણની ટોળકી કોમવાદનો ઝેર ફેલાવી રહી છે અને તેમના નામે પોલીસને આપવામાં આવ્યા છે.