કચ્છ,તા.૧૬
કચ્છમાં ભૂકંપના આંચકાઓ સતત ત્રીજા દિવસે ચાલુ રહ્યા છે. આજે ફરી એક વખત ૪.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ નજીક તેનું એપી સેન્ટર છે. કચ્છમાં રવિવારે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ની ભૂકંપની યાદો તાજી કરાવે તેવો આફ્ટરશોક ૧૯ વર્ષ બાદ અનુભવાયો. રવિવારે ૫.૩ની તીવ્રતાના ભૂકંપ બાદ ગઈ કાલે ૪.૬ની તીવ્રતાથી ધરા ધ્રૂજી હતી. આજે ફરીથી ૧૦.૪૩ કલાકે ભૂકંપનો આંચકો આવ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી ભૂકંપના આંચકાઓ ભચાઉથી આસપાસ કેન્દ્રબિંદુમાં નોંધાયા છે. ગઈ કાલે ભચાઊથી ઉત્તરપૂર્વમાં ૧૫ કિમી દૂર ૨૬ કિમી ઊંડાઈએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કોરોના કહેર વચ્ચે સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ૧૦.૪૩ કલાક વધુ એક વખત કચ્છમાં ભૂકંપના આંચકો નોંધાયો છે.
કચ્છમાં ફરી ભૂકંપનાં આંચકા અનુભવાયા, ભચાઉમાં કેન્દ્ર બિંદુ હોવાની સંભાવના છે. ભચાઉ નજીક આજે ફરીથી સતત ત્રીજા દિવસે ધરા ધ્રૂજી ઊઠી છે. ગઈકાલે ૧૨.૫૬ મીનીટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૪.૬ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી હતી. કચ્છમાં આજે ફરીથી ધરા ધ્રૂજી ઉઠી છે. સોમવારે ૧૨.૫૬ કલાકે ફરીથી ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. રવિવારે રાત્રે પણ ૮.૧૩ મિનિટે અચાનક ધરા ધ્રૂજી ઉઠતાં લોકોમાં ફફડાટ હજુ સમાયો નથી.