અમદાવાદ,તા.રપ
રાજયમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના હળવાથી મધ્યમ આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળે છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ત્યારે કચ્છની ધરા ફરી એકવાર ધ્રૂજી છે. રવિવાર સવારે ૮ વાગીને ૧૮ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ૩.૬ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અંજારથી ૧ર કિ.મી દુર નોંધાયું હતું. ભૂકંપના હળવા આંચકા રાજયમાં અનેક સ્થળોએ અવારનવાર અનુભવાય છે જેને કારણે લોકોમાં ભય જોવા મળે છે. જયારે ધરા ધ્રૂજતા અનેકવાર લોકો ઘરની બહાર દોડી જાય છે. જો કે આ આંચકાઓમાં કોઈ જાન કે માલની હાનિ થયાના અહેવાલો સાંપડતા નથી. ત્યારે રવિવારે સવારે ૮ કલાકના સમયની આસપાસ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રીકટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૩.૬ હોવાનું અને તેનું કેન્દ્રબિન્દુ અંજારથી ૧ર કિ.મી દુર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ આંચકાથી કોઈ નુકસાનના અહેવાલો હજુ સુધી સાંપડયા નથી. જો કે ભૂકંપના આ આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.