(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૧૮
કૃષ્ણ ભગવાન અને દ્વારકાનગરી અંગે વ્યાસપીઠ ઉપરથી અયોગ્ય ટિપ્પણી કરનાર કથાકાર મોરારીદાસ હરિયાણી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ગુરૂવારે કચ્છ આહીર સમાજ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કચ્છ-પાઠણ આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ વી. આહીર, પૂર્વ પ્રમુખ બાબુભાઈ હુંબલ, અગ્રણીઓ રૂપાભાઈ ચાડ, શામજીભાઈ ડાંગર, એન.ટી.આહીર, એચ.એસ.આહીર સહિતના પ્રતિનિધિ મંડળે આ અંગે ગુરૂવારે ભૂજ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ને રૂબરૂ મળીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કથાકાર મોરારીદાસ હરિયાણીએ દ્વારકા નગરી વિશે અને કૃષ્ણ વિશે જે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા છે તે ખૂબ નિંદનીય અને અક્ષમ્ય છે.
આમ, મોરારીદાસ હરિયાણીના શબ્દ ઉચ્ચારણો માટે સમસ્ત આહીર સમાજમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળે છે અને તેઓ દ્વારકા સ્થિત જગતધીરા કૃષંણ મંદિરે આવી ક્ષમા માંગે તેવી માંગ કરવામાં આવી હતી.