ભૂજ, તા.૨૪
કોરોનાની મહામારી વચ્ચે વધુ કુદરતી આફત માનવ માથે મંડરાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આજે બપોરે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદું રાપરથી ૨૩ કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ અને ૧૫ જૂનને રવિવારે રાત્રે ૮ઃ૧૩ કલાકે ૫.૩નો ભૂકંપ આવ્યા બાદ સતત ગુજરાતમાં આફ્ટરશોક અનુભવાઈ રહ્યા છે. ૧૫ જૂનને રવિવારે બપોરે ૧૨ઃ૩૦થી ૧ વાગ્યા સુધીમાં ગાળામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેમાં પણ પાંચ મિનિટના અંતરે બે મોટા આંચકા અનુભાવાયા હતા. ૪.૬ રિક્ટર સ્કેલનો ૧૨.૫૭ તથા ૩.૬નો ૧.૦૧ કલાકે આવ્યો હતો જેમાં તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું. ભૂંકપ આવતા ભૂજમાં લોકો ઘર બહાર દોડી ગયા હતા તો ભચાઉ આસપાસ ગ્રામીણ વિસ્તારોમાં મકાનોને તિરાડો પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છ ખાતે ૩.૨ની તીવ્રતાનો ધરતીકંપનો હળવો આંચકો

Recent Comments