અહેમદાબાદ/નવી દિલ્હી – મધ્ય પ્રદેશના ત્રણ શહેરોમાં મોટાપાયે થયેલી કોમી હિંસા પછી અયોધ્યામાં રામ મંદિર માટે ૧૧૦ કરોડનું ભંડોળ ભેગું કરવાના અભિયાન દરમિયાન, રવિવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના બંદર શહેર ગાંધીધામ નજીકના બે ગામોમાં હિન્દુ-મુસ્લિમ અથડામણ થઈ હતી.
કચ્છ જિલ્લાના કિડાણા ગામે અથડામણ દરમિયાન એક વ્યક્તિનું મોત તથા અનેક ઘાયલ થયા હતા અને બે ટુ-વ્હીલર સહિત ત્રણ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ અથડામણ ત્યારે થઈ હતી જ્યારે વીએચપીની રેલી સંપૂર્ણ મુસ્લિમ વસ્તીવાળા કિડાણા ગામમાં ગઈ હતી અને એક મસ્જિદ નજીક ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા.
સ્થાનિક પોલીસની હાજરીમાં આ ઘટના બની હતી, જેમણે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ૩૦ ટિયર ગેસના શેલ, ચાર સ્ટન શેલ તેમજ કેટલાક સ્ટન ગ્રેનેડ ફોડ્યા હતા. પાંચ અલગ અલગ ફરિયાદ પણ નોંધાઈ છે.
આ ઘટનાથી કચ્છ જિલ્લાના મુસ્લિમોમાં ભયનો માહોલ સર્જાયો છે કારણ કે અહેવાલો કહે છે કે વીએચપી મુસ્લિમ વસ્તીવાળા તમામ ગામોમાં આવી વધુ રેલીઓ કાઢવાની યોજના બનાવી રહી છે. સ્થાનિક સામાજિક કાર્યકરોના જણાવ્યા મુજબ રેલી ચલાવનારાઓ પહેલા મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે ગયા હતા જ્યાં તેઓ એ એક મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાંથી તેઓ અંતરજાળ ગામ ગયા જ્યાં તેઓએ ફરી એક મસ્જિદ પર હુમલો કર્યો અને ત્યારબાદ આદિપુર ગયા, જ્યાં તેઓએ મટનની દુકાનમાં તોડફોડ કરી અને ‘દરગાહ’ને નુકસાન પહોંચાડ્યું. પછીથી તેઓ કિડાણા તરફ આગળ વધ્યા. રેલીકારોએ કિડાણા ગામમાં પાંચ મકાનોને પણ સળગાવી દીધા હતા. આ અથડામણ મામલે પોલીસે ૪૫ જેટલા લોકોની ધરપકડ કરી છે અને તેમાં ૧૫ હિન્દુઓ અને ૩૦ મુસ્લિમોનો સમાવેશ થાય છે. કચ્છ સ્થિત સામાજિક કાર્યકર્તા આદમ ચાકીએ આ ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે ૨૦૦ ની મજબૂત વીએચપી રેલી કિડાણામાં મુસ્લિમ પ્રભાવિત મસ્જિદ ચાર રસ્તા પર પહોંચી ત્યારે રેલીમાં સામેલ લોકો ઉશ્કેરણીજનક નારાઓ લગાવવા લાગ્યા હતા જેનાથી પ્રથમ શાબ્દિક બોલાચાલી હતી ત્યારબાદ હિંસક અથડામણમાં પરિવર્તિત થઈ ગયું. તેમણે કહ્યું કે ભાજપ ફરીથી મુસ્લિમ સમુદાયના સભ્યોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને રામ મંદિર મામલે રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહી છે. “શાંત ગુજરાત : એક ભ્રમણા કે સત્ય ?”, બુનિયાદના આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જોકે કોમી રમખાણોની સંખ્યા ૨૦૧૮માં ૧૩થી ઘટીને ૨૦૧૯માં છ થઈ ગઈ હતી, અને લિંચિંગની સંખ્યા ૨૦૧૮માં પાંચથી ઘટીને ૨૦૧૯માં માત્ર બે થઈ ગઈ છે, પરંતુ આ આંકડા ગેરમાર્ગે દોરનારા છે કારણ કે ધાર્મિક પંક્તિઓ પર ભેદભાવ, ધિક્કાર, અવિશ્વાસ અને નફરતનાં ભાષણોને કારણે ધ્રુવીકરણ વધુ તીવ્ર બન્યું છે, જે રાજ્યમાં સામાજિક તાણાવાણાને પ્રતિકૂળ અસર કરે છે. વર્ષ ૨૦૦૨માં થયેલા તોફાનોમાં ઓછામાં ઓછા ૨૦૦૦ મુસ્લિમ પુરૂષો, મહિલાઓ અને બાળકો, મોટાભાગે માર્યા ગયા હતા, જેમાં ૩૦૨ દરગાહો, ૨૦૯ મસ્જિદો અને ૧૩ મદરેસાઓને શહિદ કરવામાં આવ્યા હતા અને મુસ્લિમોને ૨.૪૪ અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ ભાજપ સંચાલિત ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે ત્રણ મહિના સુધી ચાલેલા આ રમખાણોમાં ફક્ત ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓનાં મોત થયા હતા.
(સૌ. : ઈન્ડિયા ટુમોરો)