(એજન્સી) લંડન, તા. ૨૭
બ્રિટનના કટ્ટરપંથી જૂથ દ્વારા પોસ્ટ કરાયેલા મુસ્લિમ વિરોધી વીડિયોને રિટિ્‌વટ કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માફી માગી લીધી છે. તેમણે કહ્યું કે, વીડીયોના બેકગ્રાઉન્ડ મામલે તેમને કોઇ જાણકારી નહોતી. બ્રિટનની ટોચની ચેનલ ગુડ મોર્નિંગ બ્રિટન શોના ઇન્ટરવ્યૂૂ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, બ્રિટનના પ્રથમ જૂથના નેતા જાયદા ફ્રાન્સેનના ત્રણ વીડિયોને શેર કરતા પહેલા તેઓ આ વીડિયોના બેકગ્રાઉન્ડન વિશે કાંઇ પણ જાણતા નહોતા. શોના પ્રેઝન્ટર પીયર્સ મોર્ગન તરફથી લેવાયેલા ઇન્ટરવ્યૂને રવિવારે પ્રસારિત કરવામાં આવશે. ટ્ર્‌મ્પે કહ્યું કે, જો તમે મને કહી રહ્યા છો કે, તેઓ ખરાબ લોકો છે, ભયાનક વંશીય ભાવના પેદા કરનારા લોકો છે તો જો તમે મારી પાસે આવી અપેક્ષા રાખો છો તો હું નિશ્ચિત રીતે જ માફી માગવા માગીશ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, આ વિવાદ અમેરિકામાં કોઇ મોટો વિવાદ નથી. મેં રિટિ્‌વટ કર્યું કારણ કે, હું કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદનો પ્રખર વિરોધી છું. ઉલ્લેખનીય છે કે, જે વીડિયોને ટ્રમ્પે રિટિ્‌વટ કર્યા હતા તેમાં મુસ્લિમોને ખરાબ રીતે ચીતરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી વિવાદાસ્પદ વીડિયોને શેર કરવાની બાબતને બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના પ્રવક્તાએ ખોટી ગણાવીહતી. આ અંગે ટ્રમ્પે થેરેસા મે વિરૂદ્ધ ટિ્‌વટ કરી દીધી હતી જેના કારણે ઘણો વિવાદ થયો હતો.