(એજન્સી) તા.ર૧
ફ્રાન્સની મુસ્લિમ કમ્યુનિટી પર પેરિસના પ્રસ્તાવિત કાયદાને સ્વીકાર કરવા માટે ફ્રાન્સિસી રાષ્ટ્રપતિ એમેનુએલ મેક્રોને દબાણ નાખવાનું શરૂ કરી દીધું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ દેશના મુસ્લિમ નેતાઓને ૧પ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે કે તે ફ્રાન્સમાં તેમના કથાનુસાર કટ્ટરપંથને રોકવા માટે પેરિસના પ્રસ્તાવિત કાયદાનો સ્વીકાર કરી લે. મેક્રોન તરફથી આ અલ્ટીમેટમ ફ્રાન્સમાં સરકાર સાથે સંપર્ક માટે મુસ્લિમોની સ્વીકૃત બોડી ફ્રાન્સ કાઉન્સિલ ઓફ મુસ્લિમ ફેથમાં આપ્યું છે. ફ્રાન્સ કાઉન્સિલ ઓફ મુસ્લિમ ફેથે નેશનલ કાઉન્સિલ ઓફ ઈમામની રચના પર રાજનીતિ વ્યક્ત કરી દીધી છે. જેની હેઠળ મસ્જિદોના ઈમામોની નિમણૂક સરકારી રીતે થશે અને તેમને કાઉન્સિલ તરફથી અપદસ્થ પણ કરી શકાશે. દાઈશ જેવા કટ્ટરપંથી જૂથોનું સમર્થન કરવા માટે પોતાની ગુપ્ત અને જાહેરમાં કાર્યવાહીઓ પછી ફ્રાન્સે ત્વરિત કાર્યવાહી તરીકે સંસદમાં એક સમગ્ર ખરડો પાસ કરાવવાનો નિર્ણય લીધો છે જેથી મેક્રોન મુજબ કટ્ટરપંથને રોકી શકાય, મેક્રોનના પ્રસ્તાવ કાયદા હેઠળ ફ્રાન્સમાં ઘરેલુ શિક્ષણ પર પ્રતિબંધ હશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરફથી આ અલ્ટીમેટમ એવા સમયે આવ્યું છે જ્યારે પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનું અનાદર કરનારાઓના સમર્થનના કારણે મુસ્લિમોમાં ઘણો રોષ છે.
Recent Comments