(એજન્સી) મુંબઈ,તા.૧૯
ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ -હત્યાકાંડ અંગે બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દે તેવો વાત કરતા પણ નફરત અનુભવે છે. તમે આ મુદ્દે હવે મને પુછશો નહીં. આ ઘટના ભયાવહ છે. દેશભરમાં રેપની ઘટનાઓ પ્રત્યે આક્રોશની લાગણી છવાઈ છે. આ સમયે તેમની સાથે અભિનેતા રૂશીકપૂર પણ હાજર હતા.
અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ-૧૦૨ નોટ આઉટને લોન્ચ કરતા સમયે બોલી રહ્યા હતા. બચ્ચન પીએમ મોદીની બેટી બચાવો બેટી પઢાવો યોજનાના બ્રાંડ એમ્બેસેડર છે. રેપ મર્ડરના બનાવો અંગે સોશિયલ મીડિયા પર બોલીવુડ સેલીબ્રિટીઓએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી. ફિલ્મ અભિનેત્રી મલિકા રાજપૂતે આ ઘટનાથી આઘાત વ્યક્ત કરી ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે કહ્યું કે ઉન્નાવ-કઠુઆ ગેંગરેપની ઘટનાઓ જોતા તે ભાજપમાં સુરક્ષાનો અનુભવ કરતી નથી. સોશિયલ મીડિયા પર બોલીવુડ સીતારોને “જસ્ટીસ ફોર આસિફા”ના નામ પર ટ્રેન્ડ ચલાવ્યો હતો.