(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
આજે ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્ર બાળ અને મહિલા વિકાસ વિભાગનાં મંત્રી મેનકા ગાંધી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કઠુવા અને ઉન્નવની ઘટનામાં સરકાર સખ્ત કાર્યવાહી કરી આરોપીઓને સજા અપાવશે. શહેરમાં રેસકોર્સ સ્થિત ડા. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કર્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં ૧૬ વર્ષની નાની વયની બાળા ઉપર બળાત્કાર કરનાર ગુન્હેગારોને ફાંસીની સજા થવી જોઇએ. તેના માટે મંત્રાલયને ભલામણ કરી છે. કાસ્ટીંગ કાઉચનાં વિરોધમાં અવાજ ઉઠાવી રહેલી દક્ષિણ ભારતની અભિનેત્રી શ્રી રેડ્ડીની રામગોપાલ વર્માએ રાણી લક્ષ્મીબાઇ સાથે સરખામણી કરવાનાં મુદ્દે મેનકા ગાંધીએ કહ્યું કે, કામનાં સ્થળ ઉપર મહિલાઓને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પછી તે ફિલ્મનું ક્ષેત્ર કેમ ન હોય. એક તબક્કે મેનકા ગાંધી રેસકોર્સ ખાતે ડા. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરવા ચડયા ત્યારે કેટલાક દલિત કાર્યકરોએ વિરોધ કરી તેમને અટકાવવા પ્રયાસ કર્યા હતા. દલિત કાર્યકરોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમણે પુષ્પહાર કર્યા હતા.
કઠુઆ અને ઉન્નાવની ઘટનાના આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરાશે

Recent Comments