(એજન્સી) કઠુઆ, તા.૧૯
કઠુઆ કાંડને કારણે પોતાની ખુરશી ગુમાવનાર ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના પૂર્વ મંત્રી લાલસિંહે ફરીવાર એકવાર મૌન તોડીને મહેબૂબા સરકારને નિશાને લીધી હતી. મંત્રીપદ પરથી હાંકી કઢાયા બાદ લાલસિંહે શેરીસભામાં કાર્યકર્તાઓને ઉશ્કેરણી કરી હતી અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા ઉશ્કેરી રહ્યા હતા. શક્તિ પ્રદર્શન માટે લાલસિંંહે જમ્મુથી કઠુઆ સુધી યાત્રા યોજી હતી અને શેરી સભાઓ સંબોધતા હતા. લોઢી મોઢ પર તેમણે એક સભામાં કહ્યું કે, પોતાના ઘરમાંથી બહાર નીકળો, ગલીઓમાંથી નીકળો, ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. મહેબુબા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા તેમના સમર્થકો ‘જમ્મુ કે ગદ્દારો કો ગોળી મારો સા…..કો જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમ્યાન લાલસિંહે રસાના કાંડની સીબીઆઈ તપાસની માંગ કરતાં કહ્યું કે, આટલા દિવસો સુધી કિશોરી મળી નહીં એમાં એમનો શું વાંક છે. લાલસિંહે જણાવ્યું કે, પાર્ટીના કહેવાથી તેમણે રાજીનામું આપ્યું છે.