(એજન્સી) શ્રીનગર, તા.૧૪
ભગવાનનું ઘર કહેવાતા મંદિરમાં નશાની ગોળીઓ આપી નરાધમોએ આઠ વર્ષની કિશોરી સાથે કેટલાય દિવસો સુધી દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દીધી. દેશને શરમજનક સ્થિતિમાં મૂકતી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું. કાળજા કંપાવી દીધા. અનેક લોકોએ વિરોધ પ્રદર્શનો અને તીવ્ર પ્રતિક્રિયાઓ આપી. જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક કિશોરી સાથે મંદિરમાં ગેંગરેપ અને હત્યા બાદ ડરી ગયેલ પિતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અહેવાલ મુજબ આઠ વર્ષીય પીડિતા મૃતક આસિફાના પિતાએ કહ્યું કે, પહેલાં ફક્ત જંગલી જાનવરોથી ભય લાગતો હતો પરંતુ હવે માણસોથી પણ ડર લાગે છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને અમે ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલ ઘટનાઓ પર થયેલ વિરોધ બાદ પીએમ મોદીએ કહ્યું, દેશમાં પાછલા બે દિવસથી જે ઘટનાઓ પર ચર્ચા થઈ રહી છે તે સભ્ય દેશ માટે સારી બાબત નથી. આ ઘટના શરમજનક છે.