(એજન્સી) શ્રીનગર, તા.૮
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં માસૂમ બાળકી પર બળાત્કારના કેસમાં પુરાવા નષ્ટ કરવાના આરોપસર ક્રાઈમ બ્રાંચે સબઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. હવાલદાર તિલક રાજે માસૂમ બાળકીના લોહીના ડાઘાવાળા કપડાં ફોરેન્સિક લેબમાં મોકલતા પહેલાં ધોઈ નાખ્યા હતા. ઈન્સ્પેક્ટર દત્તા તપાસ અધિકારી હતા. તેમની પણ પૂછપરછ ચાલે છે. ક્રાઈમ બ્રાંચે હવાલદાર અને ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. તેમની સામે પુરાવા નષ્ટ કરવાનો આરોપ છે તેમ પોલીસ વડા એસ.પી.વૈદે કહ્યું છે. બે ખાસ પોલીસ અધિકારી દિપક ખજૂરિયા અને સુરિન્દર વર્માને અગાઉથી પકડયા છે. આસિફા પર રેપ થયો હોવાનોે આરોપ છે. હિન્દુ બહુલ ગામમાંથી મુસ્લિમોને હાંકી કાઢવાના હેતુથી આવું કૃત્ય કરાયું હતું. આસિફાના અપહરણ પહેલાં આરોપી ખજૂરિયાએ કેમિસ્ટની દુકાનેથી ડ્રગ ખરીદ્યું હતું. ક્રાઈમ બ્રાંચે કઠુઆ પોલીસની ગંભીર ચૂકની ડીજીને ફરિયાદ કરી છે. જેમાં પુરાવાનો નાશ કરવાનો સમાવેશ થાય છે. આસિફાના ગુમ થયાની ફરિયાદ બાદ પણ કોઈ ફરિયાદ દાખલ કરી ન હતી. આસિફાનું રસના ગામેથી અપહરણ કરાયું હતું. તેની હત્યા પહેલાં અઠવાડિયું તેને ગોંધી રખાઈ હતી.