(એજન્સી) તા.ર૩
કઠુઆ સામૂહિક બળાત્કાર અને હત્યા કેસની ભયાવહ અને અરેરાટી ઉપજાવે તેવી વિગતો બહાર આવી રહી છે. પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, મરતા પહેલાં તેને કયા કયા પ્રકારની અમાનવીય યાતનાઓ સહન કરવી પડી હતી. એક ન્યૂઝ એજન્સીએ પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ પ્રકાશિત કર્યા હતા જે નીચે મુજબ છે.
પીડિતાના યોનિમુખ પર ઘાના નિશાન
ખંડિત યોનિપટલ
યોનિમાર્ગમાં લોહીના નિશાન
પેટના ઉપરના ભાગમાં સોજો
જાંઘ પર ઉઝરડા
હાથ પર ઉઝરડા
જમણા કાનની પાછળ ઉંડો ઘા
બહાર નીકળેલી જીભ
એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે આ કેસમાં જમ્મુ-કાશ્મીર પોલીસે દિલ્હી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો સંપર્ક કર્યો હતો જ્યાં ૧૪ નમૂનાઓની તપાસ કરવામાં આવી જેમાં પીડિતાના વાળ અને કપડાંનો પણ સમાવેશ થતો હતો. ગૃહવિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, અમને મોકલવામાં આવેલા પાર્સલમાં બે વાળની સેર હતી. એક વાળની સેર આરોપીની હતી જ્યારે બીજી વાળની સેર પીડિતાના ડીએનએથી મેચ થઈ. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરની ક્રાઈમ બ્રાન્ચે પણ એક સત્તાવાર નિવેદન બહાર પાડી આ કેસ વિશે ફેલાયેલી અફવાઓનું ખંડન કર્યું હતું. મીડિયાનો જમણેરી વિચારધારા ધરાવતો એક હિસ્સો આ દાવો કરતો હતો કે કઠુઆમાં બાળકી જોડે બળાત્કાર કરવામાં આવ્યો નથી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો આ સ્પષ્ટ થઈ ગયું કે કઠુઆની પીડિતા પર બળાત્કારની સાથે સાથે અમાનવીય યાતનાઓ પણ ગુજારવામાં આવી હતી.