(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૮
કડોદરાના ક્રિષ્ણાનગર ખાતે રહેતાં પર પ્રાંતીય એક પરિવારના ઘરમાં ભારતગેસ ડીલેવરી બોયની લાપરવાહીનાં કારણે ગેસનો બોટલો ફાટતા ઘરમાં દાદી અને અને ૯ માસની છોકરી શરીરે ગંભીર દાઝી જતા બન્નેનાં મોત નીપજ્યા હતાં.
પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર મૂળ બિહારના વતની હાલ કડોદરાના ક્રિષ્ણાનગર ખાતે આવેલ યાદવજીની બિલ્ડિંગમાં રૂમ નં. ૨૬માં સંતોષભાઈ રાજારામ ઠાકુર પત્ની પરમિલા દેવી છોકરી સંજના ઉ.વ. ૪ વર્ષ તથા સૌથી નાની છોકરી રીચા ઉ.વ. ૯ માસ રહે છે. ગતરોજ ગેસ સિલિન્ડરમાં રેગ્યુલેર ફીટ થતું ન હોવાથી ભારત ગેસની સાંઈ શકિત ગેસ એજન્સી ખાતે ફોન કરતાં એજન્સીમાંથી ડીલેવરી બોય વિનોદભાઈ યાદવ આવેલ હતો. સિલિન્ડર લીકેજ હોય તથા રેગ્યુલેટર ફીટ થતું ન હોવાથી બાટલાનો ગેસ અન્ય બાટલામાં ટ્રાન્સફર કરી ગેસનો ચૂલો સળગાવતા ગેસનો બાટલો ફાટતા પ્રેમિલા દેવી આકાશ, રિચા તથા દાદી ચિતાદેવી તેમજ ઘરના સભ્યો ડીલેવરી બોય વિનોદભાઈ યાદવનાઓ પણ દાઝી ગયેલ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ સુરત ખાતે લઈ જવાયા હતાં. જ્યાં સારવાર માટે ઈમરજન્સી વોર્ડમાં દાખલ થયા હતાં. જેમાં ૯ માસની રીચા તથા દાદી મિતાદેવી ચાલું સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતાં.