(સંવાદદાતા દ્વારા) સુરત તા.૭
સુરત જિલ્લાના કડોદરા વરેલી તળાવ નજીક આવેલા કુબેર પેલેસમાં શનિવારે વહેલી સવારે ગેસ બોટલ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નિકળી હતી. જેને પગલે પરિવારમાં હાજર ૩ માસૂમ બાળક, એક મહિલા સહિત ૫ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા.આ ઘટના પગલે આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા. દાઝેલા તમામને સારવાર અર્થે સ્મિમેર અને સિવિલ ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વરેલી તળાવ નજીક આવેલા કુબેર પેલેસમાં શનિવારે વહેલી સવારે ગેસ બોટલ બ્લાસ્ટ બાદ એક જ પરિવારના ૩ માસૂમ બાળક, એક મહિલા સહિત ૫ જણા ગંભીર રીતે દાઝી ગયા હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ બાદ તમામ ને ૧૦૮ની કડોદરા અને પલસાણા લોકેશની એમ્બ્યુલન્સમાં સ્મિમેર અને સિવિલ ખસેડાયા હતા. ગેસ પર ચા બનાવવા દીવાસળી સળગાવતા જ જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દુર્ઘટના સર્જાય હોવાનું બહાર આવ્યું છે. હાલ તમામની હાલત સાધારણ હોવાનું તબીબો કહી રહ્યા છે.મૂળ બિહારના રહેવાસીઓમાં આશાબેન દોરા કટીંગનું કામ કરે છે. સોનું સેન્ટર મશીન ઓપરેટર છે. બ્લાસ્ટના પગલે આશાબેન ૬૫ ટકા, લવકુશ ૩૩ ટકા, મિથુન ૪૫ ટકા, કૃણાલ ૬૦ ટકા અને સોનુ ૫૦ ટકાદાઝી ગયો હોવાનું તબીબે અભિપ્રાય આપ્યો હતો.
બાટલો ફાંટતા લાગેલી આગની ઘટનામાં દાઝેલા પીડિત પરિવારની યાદી સોનુ મીઠીલેશકુમાર યાદવ (ઉ.વ.આ.૨૨ ), આશાદેવી રાજેન્દ્રરાય યાદવ (ઉ.વ.આ.૨૮), લવકુશ રાજેન્દ્રકુમાર (ઉ.વ.આ.૬), મિથુન (ઉ.વ.આ.૩), કૃણાલ (ઉ.વ.આ.૮ વર્ષ)નો સમાવેશ થાય છે.