(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૩
કડોદરા નગરપાલિકા દ્વારા આજરોજ સવારે ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કડોદરા નગરપાલિકાની સામે તેમજ આસપાસ સેકડોથી પણ વધુ બીનઅધિકૃત દબાણોનો બુલડોઝર ફેરવીને સફાયો કરવામાં આવ્યો હતો. જેમાં પાલિકા સહિત નગરપાલિકાનો સટાફ પણ જોડાયો હતો.
કડોદરા ચાર રસ્તા નજીક તેમજ કડોદરા નગરપાલિકાની સામે મુખ્ય મેઈન રોડ પર કેટલાક સમયથી લારી ગલ્લાઓ કાચી પાકી કેબીનો તથા પાથરણાવાળાઓના દબાણો હતા. જેના કારણે દિવસ દરમિયાન કેટલીક વાર ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાતી હતી. જેને લઈ કડોદરા નગરપાલિકાએ દબાણકર્તાઓને દબાણ નહીં કરવા અંગે અને થયેલ દબાણો દુર કરવા નોટીસ પણ આપી હતી. દસ દિવસ બાદ પણ દબાણ દુર નહીં કરાતા દબાણકર્તાઓ સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. આજરોજ સવારે ૧૧ કલાકે કડોદરા નગરપાલિકા પ્રમુખ સીમા દેવી ઠાકુર કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈની આગેવાની નીચે તેમજ ચીફ ઓફિસર રાજકુમાર ત્રિવેદી સહિત કર્મચારીઓ કડોદરા પોલીસને સાથે રાખી કડોદરા નગરપાલિકાની આસપાસ ગેરકાયદેસર રીતે થયેલ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં ૧૦૦ થી પણ વધુ બિનઅધિકૃત દબાણોને દુર કરવામાં આવ્યા છે.
કડોદરા ન.પા. દ્વારા ૧૦૦થી વધુ બિનઅધિકૃત દબાણો દૂર કરાયા

Recent Comments