(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
કતારગામ નંદુડોશીની વાડી અવધ બિલ્ડિંગમાં આવેલા હીરાના કારખાનાના કામ કરતા રત્નકલાકારે વ્યાજખોર રબારી બંધુઓની ધમકીથી ટેન્શનમાં આવી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
નંદુ ડોશીની વાડી અવધ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે અરવિંદ રામજી ડાંખરાએ હીરાના કારખાનાના સંડાશની બારીના એગલ સાથે લટકી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે મૃતક ભરત ઉમટના ભાઈ વિશાલ વજેસંગ ઉમટ (રહે, એલઆઈજી આવાસ ડભોલી)એ ગઈકાલે વિશાલ રબારી અને તેના ભાઈ સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપી રબારીબંધુઓ તેના મૃતક ભાઈ ભરત ઉમટ પાસે ૪૦ ટકા વ્યાજના દરે પૈસાની ઉઘરાણી કરી ધમકી આપતા હતા અને મંગળવારે ભરતભાઈ જ્યાં નોકરી કરે છે તે કારખાનામાં જઈ એક દિવસમાં રૂપિયા પાછા આપી દેજે નહીતર કાલે તને મારી નાંખીશુ દેવી ધમકી આપી ગયા હતા. જેતી બીજા દિવસ ભરત ટેન્શનમાં આવી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે વિજય ઉમટની ફરિયાદ લઈ વ્યાજખોર વિશાલ રબારી અને તેના ભાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.