સુરત, તા.૧પ
કતારગામ વિજયનગર સોસાયટીમાં રહેતા પિન્ટુ દંડપાણી પ્રધાન (ઉ.વ.૨૪) એમ્બ્રોઈડરી વર્કનો ધંધો કરે છે. ગુરુવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે પિન્ટુ તેના મિત્ર શિવશંકર અને સંતોષ ડાકુવા સાથે પડોશીની રીક્ષામાં બેસેલા હતા તે વખતે રાહુલ સોસા ચપ્પુ લઈને તેમની પાસેથી આવી ત્રણેય પાસેથી મળી રૂપિયા ૭૦૦ લૂંટી લીધા હતા તેમજ બે ત્રણ તમાચા મારી નાસી ગયો હતો.