(એજન્સી) તા.ર૮
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પદભાર સંભાળ્યાના કેટલાક દિવસો પછી કતારે ઈરાન અને અમેરિકા વધ્ધે મધ્યસ્થી કરવાની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોલવાહ અલ-ખાતેરે સ્પેનિશ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ટ્રમ્પના વહીવટી તંત્રના શાસનના કપરા વર્ષો પછી હવે જ્યારે યુએસના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેને પદ સંભાળ્યું છે તો કતાર, યુએસ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે. ઈરાન અને ગલ્ફના અરબ દેશોએ તેમની વચ્ચે સીધો સંવાદ કરવાની જરૂર છે. ગયા અઠવાડિયે ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે અખાતી સહકાર પરિષદ (જીસીસી)ના દેશો અને તહેરાન વચ્ચે વ્યાપક સંવાદ યોજવા માટે કતારના વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુર્રહેમાન અલ-સાનીના આમંત્રણને આવકાર્યું હતું.
Recent Comments