(એજન્સી) તા.૨
કતારે રવિવારે તેના મજૂર કાયદામાં પરિવર્તનની જાહેરાત કરી, ન્યુનત્તમ વેતનમાં એક મહિનામાં રપ%થી ૧૦૦૦ રિયાલ સુધી વધારો કર્યો અને નોકરી બદલવા માટે કર્મચારીઓને તેમના માલિકની પરવાનગી મેળવવા માટેની આવશ્યકતાને હટાવી દીધી. રોઈટર્સનો અહેવાલ. ર૦રર ફિફા વર્લ્ડ કપના યજમાન દેશ દ્વારા મજૂર સુધારાની શ્રેણીમાં તે નવીનત્તમ બાબત છે. જે ટુર્નામેન્ટની અગ્રણી સ્થાને સ્થળાંતર કામદારોના શોષણના આરોપોનો સામનો કરી રહી છે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે નવું ન્યુનત્તમ વેતન બિન ભેદભાવપૂર્ણ છે અને તે બધા કામદારોને લાગુ પડે છે. કંપનીઓએ કામદારોને આવાસ અને રહેઠાણ પ્રદાન કરવું જોઈએ અથવા વધારાના સંયુક્ત માસિક વૃત્તિ ૮૦૦ રિયાલ આપવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મજૂર એજન્સીએ આ પરિવર્તનને આવકાર્યા હતા. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન(આઈએલઓ)એ કહ્યું કે કતાર આ ક્ષેત્રમાં બિન ભેદભાવપૂર્ણ ન્યુનત્તમ વેતન અપનાવનારો પ્રથમ દેશ છે. પાછલા ડિસેમ્બરમાં કતારના અગાઉના સુધારાઓ અને પરિવર્તનોમાંથી બાકી રહેલા સેંકડો હજારો દેશી કામદારો માટે દેશ છોડવા પરના પ્રતિબંધો હટાવી દેવાયા હતા. રવિવારે જાહેરાત કરાયેલા આ પરિવર્તનો અને સુધારાઓ અને ફેરફારો છ મહિનામાં અમલમાં આવશે, શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ.