(એજન્સી) તા.૯
કતારના વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દર્રહમાન અલ-સાનીએ પુષ્ટિ કરી હતી કે, સઉદી અરેબિયા, યુએઈ, બેહરિન અને ઈજિપ્ત સાથેના વિવાદોને સમાપ્ત કરવા સમાધાન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી કતાર ઈરાન અને તુર્કી સાથેના તેના સંબંધોમાં ફેરફાર કરશે નહીં. ફાઈનાન્શિયલ ટાઈમ્સ સાથેના એક ઈન્ટરવ્યુમાં મંત્રીએ ખુલાસો કર્યો હતો કે દોહાએ આતંકવાદ સામેની લડતમાં અને સઉદી અરેબિયા અને ત્રણ અન્ય દેશો સાથે સરહદી-સુરક્ષા પર સહકાર આપવા સંમતિ આપી હતી, એમ નોંધ્યું પણ હતું કે, દ્વિપક્ષીય સંબંધો મુખ્યત્વે સર્વભૌમ નિર્ણય અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સ્તરે સંચાલિત થાય છે અને તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આનાથી અન્ય કોઈપણ દેશ સાથેના અમારા સંબંધો પર અસર પડશે નહીં. મંત્રીએ કહ્યું હતું કે, અમને આશા છે કે આ સમજૂતી પર હસ્તાક્ષર થયા પછીના અઠવાડિયામાં સંબંધોને સામાન્ય તરફ પાછા લાવવા માટે પગલાં ભરવામાં આવશે. સઉદી અરેબિયા, અમિરાત, બેહરીન અને ઈજિપ્તે ર૦૧૭માં કતાર સાથેના સંબંધોને કાપી નાખ્યા હતા ત્યારે આના કારણો પૈકી, દોહાના ઈરાન અને તુર્કી સાથેના સંબંધો હતા અને તેના દ્વારા ઈસ્લામિક આંદોલનને સમર્થન આપવું પણ એક કારણ હતું.
Recent Comments