નવી દિલ્હી,તા.ર૧
કતારે ર૦રર ફિફા વિશ્વકપના આયોજકોને આઠ ર૦રર વિશ્વકપ સ્થળો અલ રેયાન સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું. ફિફાના અધ્યક્ષ ઝિયાની ઈન્ફેટીનીએ એક નિવેદનમાં કહ્યું કે આ એક અદભૂત ફુટબોલ સ્ટેડિયમ છે તેઓ કહે છે કે માહોલ વિશ્વસનીય છે. મને વિશ્વાસ છે કે આ ર૦રરમાં એક આદર્શ ફુટબોલ ક્ષેત્ર હશે. આ વિશ્વકપ દરમ્યાન મેચોની યજમાની કરે છે દેશ આગામી ફિફા વિશ્વકપ માટે ખુબ જ સારી રીતે તૈયાર છે અને ટુનોમેન્ટની યાદગાર યજમાની કરવાના ટ્રેક ઉપર છે. અમીરકપ ફાઈનલની તારીખ કતાર રાષ્ટ્રીય દિવસની સાથે સારી રીતે મેળ ખાય છે અને દેશને ર૦રર વિશ્વકપ ફાઈનલની યજમાની બે વર્ષના સમયમાં કરવાની યોજના છે. ૪૦ હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ ૧૬ના રાઉન્ડ સુધી સાત વિશ્વકપ મેચોની યજમાની કરશે. વિશ્વકપ બાદ અલ રૈયાનની આસપાસનું ક્ષેત્ર જેમાં ૬ તાલીમી પીચ સામેલ છે. સ્થાનિક સમુદાય માટે એક ક્ષેત્રીય ખેલ કેન્દ્રમાં ફેરવાઈ જશે. ખલીફા ઈન્ટરનેશનલ, અલ જનાબ અને એજયુકેશન સિટી અન્ય ત્રણ વિશ્વકપ સ્ટેડિયમ છે. જેનું પહેલા જ અનાવરણ થઈ ચુકયું છે.
Recent Comments