નવી દિલ્હી, તા.૧
કતાર ફિફા વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસડર આદિલ ખામિસ (૫૪)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આયોજક સમિતિ દ્વારા આની પુષ્ટિ કરવામાં હતી. આ અગાઉ પણ વર્લ્ડ કપની તૈયારીઓમાં સામેલ ૩ સ્ટેડિયમના ૮ કર્મચારી પણ સંક્રમિત થયા હતાં. આ છતાં ફિફા વર્લ્ડ કપ માટેની તમામ તૈયારીઓ ચાલું છે. આ ટૂર્નામેન્ટ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૨માં યોજાવાની છે. આદિલ કતારની રાષ્ટ્રીય ટીમમાં રમ્યા છે. તેઓ ૧૮ વર્ષની ઉંમરે કતાર તરફથી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. તેમણે ૧૯૮૩માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી અને ૨૦૦૦માં નિવૃત્ત થયા. તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સુદાન સામે રમી હતી. તાજેતરમાં કતારના વર્લ્ડ કપ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, તમામ ૮ સંક્રમિત કર્મચારીઓ અલ-થુમામા, અલ-રાયન સ્ટેડિયમ અને અલ-બાયત સ્ટેડિયમમાં કાર્યરત હતા.આ બધા સુપ્રીમ કમિટીના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કર્મચારીના સભ્યો છે. કતાર ફિફા વર્લ્ડ કપ માટે ૭ નવા સ્ટેડિયમ બનાવી રહ્યું છે. એક તૈયાર છે, જેને સત્તાવાર રીતે ખોલવામાં આવ્યું છે.