(એજન્સી) તા.૯
યુએઈના વિદેશી બાબતોના રાજ્યમંત્રી અનવર ગર્ગાશે બુધવારે જાહેરાત કરી હતી કે કતાર અને અરબ દેશો વચ્ચે બહિષ્કાર કરાયેલા વેપાર અને પ્રવાસ એક અઠવાડિયામાં સમાધાન કરાર પર હસ્તાક્ષર થયા પછી સઉદીના અલ-ઉલા શહેરમાં ફરીથી શરૂ થશે. જો કે, અમિરાતી મંત્રીએ સમજાવ્યું હતું કે રાજદ્વારી સંબંધોને પૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવા સહિતના અન્ય મુદ્દાઓમાં વધુ સમય લાગી શકે છે કારણ કે પક્ષકારોએ ફરીથી વિશ્વાસ મેળવવા માટે કામ કરવાની જરૂર છે. યુએઈએ વાટાઘાટોની પ્રક્રિયાને આગળ વધારવા માટે સઉદી અરેબિયા પર પોતાનો વિશ્વાસ મૂકયો છે. મંગળવારે અખાતી સહકાર પરિષદના દેશોના અને ઈજિપ્તના નેતાઓ, સઉદીના અલ-ઉલા શહેરમાં મળ્યા હતા અને એક દસ્તાવેજ પર તેમના દેશો વચ્ચે એકતા અને સંયુક્ત સહયોગની ખાતરી કરવા માટે હસ્તાક્ષર કર્યા હતા.