(એજન્સી) તા.૬
બોલીવુડની પ્રસિદ્ધ સિંગર કનિકા કપૂરને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કનિકાનો છઠ્ઠો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સમાચાર મુજબ કનિકાના પ્રથમ ચાર રિપોર્ટ નેગેટિવ આવ્યા. હોસ્પિટલમાંથી રજા સમયે કનિકા ઘણી ખુશ લાગી રહી હતી. તેમણે તમામ ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. કનિકાને લેવા માટે તેમના કુટુંબીજનો હોસ્પિટલમાં હાજર હતા. જો કે, અત્યારે કનિકાને ૧૪ દિવસ સુધી ઘરમાં ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. કનિકા પીજીઆઈમાં દાખલ હતી. ૯ માર્ચે લંડનથી ભારત પરત ફર્યા પછી કેટલીક પાર્ટીઓમાં સામેલ થઈ હતી. કનિકાને ખબર હતી કે તેમને કોરોના વાયરસ છે તેમ છતાં તેમણે માહિતી છુપાવી હતી તે અંગે કનિકાની ઘણી ટીકા થઈ હતી. કનિકા કપૂરની વિરૂદ્ધ ઉત્તરપ્રદેશમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.