સાવરકુંડલા, તા.૧૩
૧૧કેવીના થાંભલે કેન્ટેનર અથડાતાં શોકસર્કિટને કારણે કંડક્ટરનું મોત નિપજ્યું હતું. આજરોજ સવારના સમય દરમિયાન પીપાવાવ પોર્ટ પરથી રાજુલા જઇ રહેલા માલવાહક કન્ટેનરના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કન્ટેનર ૧૧કેવીના હેવી વીજલાઇન સાથે અથડાયું હતું. જેથી વીજવાયર કન્ટેનર પર પડતાં તેમાં બેસેલ કંડક્ટર વીજ શોકને કારણે બળી ગયો હતો અને ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો ત્યારે શોકસર્કિટને કારણે કન્ટેનરમાં ભયંકર આગ લાગવાથી કન્ટેનરને ભારે નુકસાન થયું હતું. છાશવારે અહીં આવી ઘટનાઓ બનતી હોય છે અને તંત્ર દ્વારા સેફટીનો સહેજ પણ ખ્યાલ રખાતો નથી અને નિર્દોષના ભોગ લેવાઈ રહ્યા હોય પોર્ટ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અહીં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવાની વાત હાલ અહીના લોકો કરી રહ્યા છે.